જામનગર
શ્રી આદિનાથ યુવક મંડળ દ્વારા શક્રત્સવ અભિષેકનું આયોજન
શ્રી શેઠજી દેરાસર ખાતે મહાપ્રભાવી અભિષેક

જામનગર : આજરોજ શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે મહાપ્રભાવક શક્રોત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું,
શ્રી આદિનાથ યુવક મંડળની સ્થાપનાને એક વર્ષ પૂરું થવાના માનમાં આજે શ્રી શેઠજીના દેરાસર ખાતે પરમ પૂજ્ય પન્યાસ શ્રી ગીતાર્થરત્નવિજયજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ શ્રી હિતાર્થરત્નવિજયજી મહારાજ તથા જામનગરમાં બિરાજમાન તમામ શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં મહામંગલકારી મહાપ્રભાવક શક્રત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. સકળ સંઘમાંથી બહોળી સંખ્યામાં પધારેલ શ્રાવક શ્રાવિકાઓએ આ અભિષેકમાં ભાગ લેવાનો લાભ લીધો હતો.



