મિત મેતા દ્વારા – રવિવાર તા. ૧૨-૧૦-૨૫નાં રોજ જામનગરમાં ધર્મધજાની શોભાયાત્રા નીકળી હતી. શ્રી રાયશી વર્ધમાન પેઢી સંચાલિત શ્રી ચોરીવાળું દેરાસર તથા મોટા શાંતિનાથ દેરાસરની ધજાઓની શોભાયાત્રા યોજવામાં આવી હતી. મોટા શાંતિનાથ દેરાસરમાં મુખ્ય ગંભારા ઉપરાંત બાવન દેરીઓ આવેલી છે. આ જ રીતે ચોરીવાળું દેરાસરમાં પણ એકથી વધુ દેરાસર તથા ફરતીમાં મૂર્તિઓ હોવાથી ઘણી બધી ધજાઓ ચડાવવામાં આવે છે. આ બધી ધજાઓની ગઈકાલે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આં શોભાયાત્રાની શરૂઆત ચાંદીબજાર ચોરીવાળા દેરાસરથી થઇ હતી. ચાંદી બજારથી હવાઈ ચોક થઇ પંચેશ્વર ટાવરથી બેડી ગેઇટ થઇ રણજીત રોડ પરથી પસાર થઈને ચાંદી બજાર પરત ફરી હતી. આ ધજાઓ હવે ધનતેરસના દિવસે ધ્વજદંડ પર ફરકાવવામાં આવશે.





![]()




