જામનગર
મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબ દ્વારા રચાયો ઈતિહાસ
આર્યાવર્તની ગરિમા વિષય પર ૧:૪૦ મિનિટ સુધી "પ,ફ,બ,ભ,મ" અક્ષરો ના ઉપયોગ વિના આપ્યું પ્રવચન

જૈન મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે જામનગરમાં ટાઉન હોલ ખાતે આર્યાવર્તની ગરિમા વિષય પર ૧ કલાક ૪૦ મીનીટનું પ્રવચન ફરમાવ્યું હતું. આ પ્રવચન દરમ્યાન પ,ફ,બ,ભ, મ અક્ષરોના ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ પ્રવચન સંભળાવ્યું હતું. આ તકે આ પ્રવચનથી મુનીરાજે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આ રેકોર્ડની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ લેવામાં આવી છે.
જામનગર ખાતે પેલેસ સંઘમાં મુનીરાજશ્રી ચાતુર્માસાર્થે પધાર્યા છે. મેદનીથી ઉભરાતા ટાઉન હોલમાં તેમણે દોઢ કલાકથી પણ વધુ સમય સુધી આર્યાવર્તની ગરિમા વિષય પર પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન દરમિયાન ઓષ્ઠ વ્યંજનો એટલે કે પ,ફ,બ,ભ,મ અક્ષરોનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ પ્રવચન સંભળાવ્યું હતું. છેલ્લા ૩૫૦ વર્ષ દરમ્યાન કોઈએ આ સિદ્ધિ મેળવી નથી.



