બોટાદ પાસે અકસ્માત. એક સાધ્વીજી મ. સા. કાળધર્મ પામ્યા
વિહાર દરમ્યાન અકસ્માત સર્જાતા ત્રણ સાધ્વીજી મ.સા.ને ઈજા. જેમાંથી એક સાધ્વીજી તત્કાલ કાળધર્મ પામ્યા
શ્રી નેમીસુરી સમુદાયના લગભગ ૧૯ સાધ્વીજી મહારાજશ્રી આજે જસદણ થી બોટાદ તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. એક ટ્રેકટર સાથે બેકાબુ કાર જોશભેર અથડાઈ હતી અને તેને કારણે જસદણથી મગફળી ભરી જતું ટ્રેકટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટરનો ખૂંટો વિહાર કરી રહેલા સાધ્વીજી ભગવંત શ્રી શ્રુતનીધીશ્રીજી મહારાજના મસ્તક પર લાગ્યો હતો જે જીવલેણ પુરવાર થયો હતો. સાધ્વીજી ભગવંત શ્રી શ્રુતનીધીશ્રીજી મહારાજ ઘટના સ્થળ પર જ કાળધર્મ પામ્યા હતા.
આ ઉપરાંત બે સાધ્વીજી પૂ. શ્રી ધર્મપ્રજ્ઞશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શ્રી શ્રુતવૃધ્ધિશ્રીજી મહારાજને પણ ગંભીર ઈજાઓ થવા પામી છે. તેમેને આતકોટ ખાતે આવેલ કે.ડી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાં ધર્મપ્રજ્ઞશ્રીજી મહારાજને ફ્રેકચર આવેલ છે જયારે શ્રુતવૃધ્ધિશ્રીજી મહારાજને મસ્તકમાં ઈજા થઇ છે.
સાધ્વીજી શ્રી શ્રુતનીધીશ્રીજી મહારાજ સંસારી પક્ષે મણીલક્ષ્મી તીર્થ પરિવારના ફૈબા મહારાજ થતા હોય તેમના પાર્થિવ દેહને મણીલક્ષ્મી તીર્થ ખાતે દર્શનાર્થે રાખવામાં આવેલ છે. અહીંથી જ તેમની પાલખી કાઢવામાં આવશે.
અત્યારે બને ઈજા પામેલ સાધ્વીજી મહારાજ્શ્રીજી સારવાર વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
જય જય નંદા જય જય ભદ્રા
