જામનગર જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત ભાવે સ્કૂલ સ્ટેશનરીનું બુકિંગ
જામનગર જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સટેશનરીનુ બુકિંગ તા.૫ થી તા. ૮ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.
જામનગર જૈન મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી દાતાઓના સહયોગથી જામનગર જૈન સમાજના વિદ્યાર્થીઓને ખૂબજ રાહત ભાવે સ્કૂલ સ્ટેશનરીનુ વિતરણ કરવામાં આવે છે અને હવે ૧૩મા વર્ષે સ્કૂલ સ્ટેશનરીનુ બુકિંગ સજુબા ગર્લ સ્કૂલ સામે આવેલ દિપક હોલ ખાતે તા.૫ થી તા. ૭ ફેબ્રુઆરી સુધી રાત્રે ૯ થી ૧૧ સુધી તથા તા.૮ ફેબ્રુઆરીના રવિવારે સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૫ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ માર્કશીટની અથવા આઇ કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે.
બુકિંગ કરાવેલ જૈન સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ સ્ટેશનરીનુ વિતરણ રવિવાર, તા.૧૯ એપ્રિલ ૨૬ ના રોજ સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૫ સુધી વિક્ટોરિયા પુલ પાસે,રાજુ ઢોસા વાળાની સામે, શ્રી હાલાર વિશા શ્રીમાળી સમાજ સ્થાનકવાસી જૈન સમાજની વાડીમાં કરવામાં આવશે.




