
જામનગરમાં રહેતા જવાહરભાઈ પટેલ આબેહુબ ગાંધીજી જેવા જ દેખાય છે. ગઈકાલે ગાંધીજીના જન્મ દિવસ નિમિતે તેઓ આબેહુબ ગાંધીજી જેવા જ તૈયાર થયા હતા.ચાંદી બજાર પાસે આવેલ ગાંધીજીના બાવલા પાસે ગઈકાલે તેઓ જયારે ઉભા હતા તો જાણે ખુદ ગાંધીજી ઉભા હોય તેવું લાગતું હતું. વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓ તથા કાર્યકરો અહી ગાંધીજીના દર્શન કરવા આવ્યા હતા અને ગાંધીજી સાથે ફોટા પડાવ્યા હતાં.


