ટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશધર્મ

સાધુ – સાધ્વીજીના Accidentના caseમાં ખરેખર જાગૃત છીએ ?

સાધુ – સાધ્વીજીના Accidentના caseમાં ખરેખર જાગૃત છીએ કે, જીવતી લાશ જેવા છીએ? ઊંઘમાં સૂતેલા હોય, તેને હજુ જગાડી શકાય; પણ, જીવતી લાશને કેવી રીતે જગાડવી?

જેમ દર વખતે બનતું આવે… તેમ જ ઘટનાનું પુનરાવર્તન કરતા રહેવું, નવા મૃત્યુની રાહ જોવી એ તો જાણે હવે સૌને કોઠે પડી ગયું છે.
✍️ બે દિવસના માતમ સમું સોશિયલ મીડિયા પર બળાપો અને રેલીઓ… પછી આપણે આટલું તો કર્યું આપણું કામ પૂરું… હવે આમાં બીજું કરી પણ શું શકાય? આવા ખોખલાં કારણો આગળ ઘરી ઘટના પરથી ભીનું સંકેલાઈ લેવાય છે.

 

 

👉 ક્યાં છે હવે કોઈમાં સત્વ?
👉 ક્યાં ખોવાયા એ સત્વશાળી લોકો?

🙏 યાદ આવે, *વસ્તુપાલ – તેજપાલ મંત્રી* જેમણે સાધુ ભગવંત પર ધૂળ પડી તો હાથ કાપી નાખ્યાં.
આવા સત્વશાળી નિર્ભિક પૂર્વજોનું લોહી આજે કેમ સાવ ઠંડુ?
🙏 *યાદ રહે, આજનું આ આપણું મૌન જ આવતી કાલના મૃત્યુનો આવકાર છે.*

❓ શું આ આવકારનો કોઈના કાને પગરવ સંભળાય છે?
❓રક્ષાપ્રધાન ક્ષત્રિય જૈન ધર્મમાં કાયરોનો કાફલો કેમ વધી ગયો?
❓ક્યારે સર્વની સુરક્ષા કરનારો ધર્મ પોતાની રક્ષા માટે આટલો મૂઢ બની ગયો?
❓માત્ર વિહાર સુરક્ષા, વિહાર સેવકો અને વિહારના ઘડી કાઢેલા નિયમો આ લૂખો બચાવ શું કામનો?
એ મૃત્યુ ન થાય તે માટે છે પણ….જે સતત મારે છે અને એનું નામ સર્વ જાણે છે, એનો અંત કરવાની કેમ કોઈ વાત નહીં?
આ તો એવી વાત થઈ… તમે તમારે મારતા જાઓ, અમે રક્ષા વધારતા જશું. બહુ બધા મરશે તો ખૂણામાં લપાઈને બેસી જશું……

✍️ ભરબપોરે સાધ્વીજી ભગવંત ઉપર આક્રમણ થાય તો તેમની સુરક્ષાનુ શું?
✍️ સુવિદિત છે કે જે સંઘ કે સમાજ ઈતિહાસમાંથી કાંઈ શીખતો નથી, એ સ્વયં ઈતિહાસ બની જાય છે.
✍️ પછી ભવિતવ્યતાને આગળ ધરી, કાયર બની, પલાયનવાદને સ્વીકારી મારનારાઓના જ ખોટા બચાવમાં, કહેવાતા શ્રી સંઘના
હોદ્દેદારો અને ગુરુ ભગવંતો કૂદી પડે. એ આપણાં સત્વને ખત્મ કરી નાંખે છે.
✍️ આવી ઉપેક્ષાઓને કારણે આપણે આપણા જ જૈન શાસનનું નુકસાન કરીએ છીએ અને એ કારણે મૃત્યુના આંકડાઓ ઉપર
આંકડાઓ વધતા જાય છે અને આ થયેલા અકુદરતી મૃત્યુના આપણે ભાગીદાર બનીએ છીએ.

👉 આ તો જરા.. ડ્રાઇવરને ઝોકું આવી ગયું,
👉 આપણે જ બહુ વહેલી સવારે વિહાર કરેલો,
👉 આને થોડી હત્યા ગણાય… કેમ કે આ તો ભૂલમાં થયું છે. માફી માંગે છે ને… જવા દો હવે આ વાતને.. આ માત્ર અકસ્માત હતું, આ
તો બનવા જોગ બની ગયું.. આવી વાહિયાત નમાલી અને સત્વહીન વાતોથી જૈનશાસનનું હીર ચૂસાય છે.

પણ…
* જો આ જ ઘટનાના ભોગ બનનારા કોઈ ઉચ્ચ પદના ગુરુ ભગવંત હોત તો?
* આનું પરિણામ શું આવે?
* કેટલી CID ટીમો રાત – દિવસ કામે લાગી હોત?
* કેટલા કેસ ફાઈલ થયા હોત?

પણ..
આપણે કાયરતાને માથે ઓઢી અન્ય મહાત્માના અકાળ મૃત્યુની રાહ જોવામાં રસ હોય ત્યાં કોઈ અપેક્ષા પણ ક્યાં રાખી શકાય?
સજા અપાવવાની વાત તો દૂર રહી…..
આપણે તો એટલા નિર્માલ્ય થઈ ગયા છીએ કે, મારનારાને બીજા દસને મારવાનું મન થાય. જાણે તેમને મોકળું મેદાન મળી ગયું હોય એવું તેમને ભાસે છે.

વળી કેટલાંક નમૂનાઓ તો….
અમે તો સૂતાં છીએ, સૂતાં રહીશું અને કોઈને કાંઈ રક્ષાનું કાર્ય કરવા નહીં દઈએ…. આવા કૃત્યોનો વિરોધ ન કરવા માટે શ્રી સંઘને દબાવે અને પોતે તો લીલાલહેર કરે. આવા લોકોને હવે ત્વરિત દૂર કરવા રહ્યા.
જૈન સંઘ તો ખુલ્લા બગીચા જેવો થઈ ગયો છે. જેને જેમ ફાવે તેમ આવીને પોતાની રીતે સાતેય ક્ષેત્ર રૂપી વૃક્ષને કોઈ ઉખેડી જાય તો કોઈ બોલવાવાળું નથી.

😞 કોઈ ધોળે દિવસે પરમાત્મા ચોરી જાય, તો અમારે શું લાગે – વળગે?
😞 તો વળી કોઈ નશાના કે ઝોકાંના બહાના હેઠળ સાધુ – સાધ્વીજીની હત્યા કરી જાય એમાં અમારું શું જાય છે?
If we’re safe, why should we care?

🙏 ક્યાં પહેલાના સમયની પ્રભુની આજ્ઞા અને શ્રી સંઘની રક્ષા માટે ઝઝૂમતી ગુરુ ભગવંતોની મૂળ પરંપરાઓ
અને ક્યાં આજે પ્રભુની આજ્ઞાના લીરેલીરા ઉડાડતી અને જૈન સંઘની મૂળ વ્યવસ્થાના ભૂક્કા બોલાવતી આજની પરંપરા….. 😞
🙏 સર્વની રક્ષા સાથે સ્વ આરાધનામાં ડૂબવાનું હતું એ ભૂલી સ્વ આરાધનાના ઓઠાં હેઠળ સ્વાર્થમાં આળોટતા થઈ ગયા.
🙏 હજી આમ જ ચાલવું છે કે સુધરવું છે?
🙏 રક્ષા કરવી છે કે પોતાના નામની વાંસળીઓ વગાડવી છે?
🙏 બીજા મૃત્યુની રાહ જોવી છે કે ન થાય તેવા પ્રયત્નો કરવા છે?
🙏 દુષ્ટોને છાવરવા છે કે દુષ્ટોને દંડ આપવો છે? યાદ રહે………

ગુરુ ભગવંતોના મૃત્યુની ઉપેક્ષા એ જૈનશાસનની ઉપેક્ષા છે અને શાસનની ઉપેક્ષાનું કોઈ પ્રાયશ્ચિત નથી.
હવે જાગવું હોય તો જાગો….નહિતર આવનારા ચાર વિકરાળ વર્ષમાં કર્મસત્તા આ ઉપેક્ષાવાળા જીવોનો પૂરેપૂરો ન્યાય કરશે. એ યાદ રાખવું રહ્યું. સરકારની ચાખડીઓ માથા પર લઈને ફરવાથી કેવળજ્ઞાન નથી પ્રાપ્ત થતું, જગતના શ્રેષ્ઠ એવા *શ્રમણોની રક્ષા માટે બલિદાન આપવાથી ચોક્કસ પણે નિકટ ભવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.*

કોઈપણ કાળે શાસનરક્ષા એ શ્રેષ્ઠ ધર્મ છે, એ સમજવું રહ્યું…
✍️ શું હજુ પણ સત્યની અવગણના કરીને દુષ્ટોને છાવરવાના જ છીએ?
✍️ જંગલી ઝાડને પાણી આપવાથી બગીચો નથી ખીલતો, દુષ્ટોને બચાવવાથી સમાજ નથી ટકતો.
✍️ જે ઝેરને દવા માની પીવડાવવામાં આવે, તે અંતે આખું શરીર ખોખલું કરી જાય.
✍️ જે અગ્નિને દીવો સમજી સાચવવામાં આવે, તે એક દિવસ આખું ઘર ભસ્મ કરી જાય.
✍️ દુષ્ટને દંડ આપવાની જગ્યાએ જો તેને ઢાલ આપવામાં આવશે, તો આવતીકાલે દરેક દુષ્ટને પોતાના દુષ્ટત્વનું લાયસન્સ મળી
જશે.

અને પછી…
લાશો વધશે, શોકસભાઓ વધશે, શ્રદ્ધાંજલિના સંદેશાઓ વધશે….

પણ,
જવાબદારી સ્વીકારનાર કોઈ નહીં મળે…..
કારણ કે ત્યારે પણ કેટલાક લોકો કહેશે —
“બધું કર્માધીન છે…”
પણ હવે પ્રશ્ન એટલો જ છે…
*કર્માધીન હતું કે કર્તવ્યાધીન?*

કારણ કે —
👉 ઉચિત સમયે કરાયેલ દુષ્ટનો દમન જ નરસંહારને અટકાવે છે.
👉 જંગલી મૂળિયાંને પુષ્પ સમજી સાચવવામાં નહીં, પરંતુ સમયસર ઉખેડવામાં જ બગીચાનું રક્ષણ છે.*

હમણાં નહીં તો ક્યારેય નહીં…… 🙏
⚠️ *જે સમાજ દુષ્ટોને છાવરે છે, તે એક દિવસ સજ્જનોની સુરક્ષા ગુમાવે છે.*
અને…..
⚠️ *જે સમાજ સત્ય જાણીને પણ મૌન રહે છે, તે અંતે અસત્યનો સહઅપરાધી બની જાય છે.* 🙏
⚠️ દુષ્ટોનું કુળ વધતું જાય છે, અને શાસનના દીપ એક પછી એક બુઝાતા જાય છે.
⚠️ દુષ્ટો નિર્ભય બને છે, સજ્જનો ભયભીત બને છે.
⚠️ અપરાધીઓના મનોબળમાં વધારો થાય છે અને શાસનભક્તોના હૃદયમાં વેદના ઊંડી થતી જાય છે.

પરંતુ
હજુ પણ…
શાસનમાતા મીટ માંડીને બેઠાં છે.
એક આશ લઈને… એક વિશ્વાસ લઈને…
કે ક્યાંકથી કોઈ જાગશે, કોઈ ઊભું થશે,
કોઈ પોતાના સ્વાર્થને છોડીને, શાસનના સ્વાભિમાન માટે લડશે.
કોઈ એવો આવશે, જે બુઝાતા દીપકોને ફરી પ્રગટાવશે.
કોઈ એવો આવશે, જે સત્યને સત્ય અને દુષ્ટને દુષ્ટ કહેવાની હિંમત કરશે.

યાદ રાખજો…. 🙏
👉 મહાત્માઓની સુરક્ષા ન કરી શકીએ અને પછી શ્રદ્ધાંજલિના શબ્દોમાં સંવેદના શોધીએ…તો એ સંવેદના નહીં, પણ શ્રી સંઘની
નિષ્ક્રિયતાનું શોકગીત છે.*
👉 દુષ્ટોને ડર ન રહે અને સજ્જનોને ભરોસો ન રહે, તો સમજવું કે સંકટ દ્વારે ઊભો છે.

_હજુ પણ સમય છે…_
👉 દીપ બુઝાઈ જાય એ પહેલાં જ્યોતને સંભાળી લો. 🙏

નહિતર આવનારી પેઢી પૂછશે —
👉 “જિનશાસન પર પ્રહારો થતા હતા ત્યારે શાસનના રક્ષકો ક્યાં હતા?”
ઘણા સંજોગોમાં માત્ર બચાવની માનસિકતા પૂરતી નથી હોતી, કારણ કે દુષ્ટતા જ્યારે સંગઠિત બની જાય ત્યારે માત્ર પ્રતિક્રિયા નહીં, પરંતુ દૃઢ પ્રતિરોધ જરૂરી બને છે.

માટે જ…
*”Attack is the best defence.”* આ સૂત્ર અપનાવવું જ રહ્યું.
જ્યાં સુધી આ સૂત્રને સમજવામાં અને અમલમાં મૂકવામાં આપણે મોડું કરીશું, ત્યાં સુધી હત્યાના અંકો વધતા જ રહેશે, શ્રદ્ધાંજલિઓ વધતી જ રહેશે, વેદનાઓ વધતી જ રહેશે.

ઇતિહાસ સાક્ષી છે કે…
👉 સત્વશાળી શ્રાવકો અને નિર્ભય ગુરુ ભગવંતો જ સમય આવ્યે શાસનરક્ષાનું નેતૃત્વ કરતા આવ્યા છે.*
👉 કાયરતા ક્યારેય શાસનનું રક્ષણ કરી શકતી નથી.
👉 મૌન ક્યારેય દુષ્ટતાને રોકી શકતું નથી.
અને
👉 માત્ર ભાવનાઓથી ક્યારેય ઇતિહાસ બદલાતો નથી.
👉 દુષ્ટને દંડનો ભય અને સજ્જનને સુરક્ષાનો વિશ્વાસ — આ બંને સાથે જ શાસન સુરક્ષિત રહે છે.

તો પ્રશ્ન ફરી એ જ છે…
🔥 છે કોઈ આજે એવો સત્વશાળી?
🔥 છે કોઈ આજે એવો શાસનરક્ષક?
🔥 છે કોઈ આજે એવો નિર્ભય આત્મા, જે માત્ર ચિંતા નહીં; પરંતુ ચિંતન અને માત્ર ચિંતન નહીં; પરંતુ કાર્ય કરે?

કે પછી…
⚔️ *હત્યાઓ પર હત્યાઓ થતી રહેશે, અને આપણે માત્ર આંકડાઓ ગણતા રહીશું…?*

આ મારી અંગત વિચારધારા છે. જો કોઇને આનાથી ખોટુ લાગ્યુ હોય કે જિનશાસન વિરુદ્ધ લાગતુ હોય તો મિચ્છમિ દુક્કડમ
– નિતેશ મેતા, તંત્રી, પ્રકાશક અને માલિક, શાસન સમાચાર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!